BUY NOW FROM AMAZON

પરમાણુ હુમલા ના ફોટો.

પહેલા પરમાણુ બોમ્બનો વિસ્ફોટ હિરોશિમામાં નહીં ન્યૂ મેક્સિકોમાં થયેલો હિરોશિમા ડે નિમિતે જુઓ એટમ બોમ્બે સર્જેલા વિનાશની કહાની ચાલુ થયી હતી.


આ 12 એપ્રિલ 1945ની છે. યુરોપમાં બીજુ વિશ્વ યુદ્ધ જર્મનીની રાજધાની બર્લિનની આસપાસ સમાપ્ત થઈ ગયું ગતું, પરંતુ એશિયામાં જાપાન સંપૂર્ણ શક્તિથી યુદ્ધને આગળ વધારી રહ્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રુઝવેલ્ટનું બ્રેન હેમરેજથી મૃત્યુ થયું હતું. આ સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ હૈરી એસ ટૂમેનને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. યુદ્ધમંત્રી હેનરી એલ સ્ટિમસે નવા રાષ્ટ્રપતિને સૌથી પહેલા અમેરિકાના પરમાણુ બોમ્બ પ્રોગ્રામ વિશે સંપૂર્ણ માહિતી આપી.
મૈનહટન પ્રોજેક્ટ નામનો આ એ જ પ્રોગ્રામ હતો, જે અંતર્ગત તૈયાર કરવામાં આવેલા પરમાણુ બોમ્બને ત્રણ મહિના પછી જાપાનના બે શહેરો પર ફેંકવામાં આવ્યા હતા. પ્રથમ બોમ્બ 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશિમા પર અને બીજો 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી પર ફેંકવામાં આવ્યો હતો. જોકે શું તમને એ વાતની માહિતી છે કે વિશ્વમાં પ્રથમ પરમાણુ બોમ્બ હિરોશિમા પર નહિ પરંતુ અમેરિકાના રાજ્ય ન્યુ મેક્સિકોના અલામોગોર્ડો પર ફેંકવામાં આવ્યો હતો. તે 16 જુલાઈ 1945ના રોજ કરાયેલું વિશ્વનું પ્રથમ પરમાણુ બોમ્બ પરિક્ષણ હતું. માનવીએ બનાવેલા સૌથી ઘાતક હથિયારને તૈયાર કરવાથી લઈ તેના ઉપયોગ કરવા માટે નીચે જઇયે.

2 ડિસેમ્બર 1942: યુરેનિયમ કે પ્લુટોનિયમ જેવા ઈંધણમાં ચેન રિએક્શન કરાવીને એટમ બોમ્બને જબરજસ્ત ઉર્જા મળે છે. આ એક જટિલ પ્રક્રિયા છે. અમેરિકાના વૈજ્ઞાનિક પ્રથમ વખત શિકાગોમાં ચેન રિએક્શન કરાવવામાં સફળ થયા.

1945ઃ ન્યુ મેક્સિકોના અલામોગોર્ડોમાં ટ્રિનિટી પરીક્ષણ સ્થળ પર પ્રથમ પરમાણુ બોમ્બ પરીક્ષણ પછી એક લોખંડના ઓગળેલા ટાવરને જોતા વૈજ્ઞાનિક અને આર્મી ઓફિસર.

ન્યુ મેક્સિકોના અલામોગોર્ડોમાં ટ્રિનિટી પરમાણુ પરીક્ષણથી તાપમાન એટલુ વધી ગયું કે રણમાંની રેતી અને સિલિકોન પીગળીને કાચ જેવા થઈ ગયા.

અમેરિકાની નેવીના USS ઈન્ડિયાનાપોલિસે હિરોશીમા પર ફેંકવામાં આવેલા પ્રથમ પરમાણુ બોમ્બના તમામ હિસ્સા અને યુરેનિયમને સાન ફ્રાન્સિસ્કોથી ટિનિયાન દ્વીપ સુધી પહોંચાડ્યા હતા

હિરોશિમાના આકાશમાં 1800 ફુટની ઉંચાઈ પર પરમાણુ બ્લાસ્ટથી બે તૃતીયાંશ શહેર કાટમાળમાં બદલાઈ ગયું. મકાન, દુકાન, ઓફિસ, ફેક્ટરી, સૈનિક અડ્ડો બધુ ધરાશાયી થઈ ગયું


આ સાથે કહેવામાં આવે છે કે જીવન પોતાનો માર્ગ જાતે જ શોધી લે છે. હિરોશિમા બાદ વિશ્વને આ પ્રકારનું ક્યારે કોઈ ઉદાહરણ જોવા મળ્યું નથી. પરમાણુ બોમ્બને લીધે સર્જાયેલા ઐતિહાસિક સર્વનાશના ચાર વર્ષ બાદ આ શહેર ફરી બેઠુ થઈ ગયું. તસવીરમાં આ એ વિસ્તાર દેખાય છે કે જ્યાં પરમાણુ બોમ્બથી ભારે તારાજી સર્જાઈ હતી. આજે હિરોશિમામાં પ્રત્યેક વર્ષ હજારોની સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. તેમનું સપનું એક એવા વિશ્વનું સર્જન કરવાનું છે કે જ્યાં પરમાણુ હથિયાર જ ન હોય.

Post a Comment

0 Comments