BUY NOW FROM AMAZON

મહારાષ્ટ્રમાં સત્તાનું નવું સમીકરણ:MNS જોઇન કરી શકે છે શિવસેનાના બળવાખોર MLA, રાજ ઠાકરે સાથે 3 વખત વાતચીત થઈ.NEWS WITH AFGN

 


શિવસેનાના બળવાખોર ધારાસભ્ય ઉદ્ધવના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં સામેલ થઈ શકે છે. એની પાછળનું કારણ એ છે કે શિંદેની પાસે બે તૃતીયાંશ, એટલે કે 37થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં વિધાનસભામાં અલગ પાર્ટીને માન્યતા મળવાની વાત સરળ નથી. જો બળવાખોર ગ્રુપને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મુદ્દાનો ઉકેલ જોઈએ છે તો તેમની પાસે સૌથી સરળ રસ્તો પોતાને કોઈ ગ્રુપમાં મર્જ કરવાનો છે. એવામાં એક મોટી શક્યતા મનસેમાં સામેલ થવાની છે.

ભાસ્કરને મનસે સાથે જોડાયેલા એક મોટા નેતાએ જણાવ્યું હતું કે શિંદે ગ્રુપ તરફથી એક ઓફર જરૂર આવી છે. જોકે હાલ આ અંગે મનસે ચીફે વિચાર કરવાનો છે. મનસે નેતાએ નામ ન જાહેર કરવાની શરત એ પણ કહ્યું હતું કે રાજકારણમાં ક્યારેય કોઈ શક્યતા સમાપ્ત થતી નથી. મનસે નેતાએ એ વાત પણ કહી છે કે બંને પક્ષના લોકોની વિચારધારા એક જેવી જ છે

રાજકીય જાણકારોનું માનીએ તો શિંદે ગ્રુપ ડેપ્યુટી સ્પીકર નરહરિ જિરવાલ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવેલા પોતાના 16 ધારાસભ્યને બચાવવા માટે ઝડપથી પહેલેથી ઉપસ્થિત કોઈપણ રાજકીય પાર્ટી સાથે વિલય કરવા માગે છે. મનસેનો ભલે વિધાનસભામાં એક જ ધારાસભ્ય છે,

  • બંને પક્ષ બાળાસાહેબ ઠાકરેને પોતાના નેતા અને તેમની હિન્દુત્વની વિચારધારાને પોતાની વિચારધારા કહી રહ્યા છે.
  • બંને સાથે આવવાથી કાર્યકર્તાઓમાં ટકરાવની સ્થિતિ સર્જાશે નહિ. કોંગ્રેસ અને NCPની સાથે શિવસેનાના જવાથી અસંતુષ્ટ થયેલા શિવસૈનિક પણ મનસેને સ્વીકારી લેશે.
  • BJP ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને ડેમેજ કરવા માટે રાજ ઠાકરેને નવા હિન્દુત્વ નેતા તરીકે ઊભા કરવા માગે છે. આ કારણે રાજ ઠાકરે માટે સૌથી મોટી તક હશે.
  • રાજ પણ તેની પાર્ટીમાં નવો જીવ લાવવા માગે છે. એવામાં જો શિંદે ગ્રુપ તેની સાથે આવે છે અને BJPની સાથે મહારાષ્ટ્રનમાં સરકાર બનાવે છે તો તેમની પાર્ટી મજબૂતાઈથી સમગ્ર મહારાષ્ટ્રમાં સ્થાપિત થઈ જશે.
  • BJPની યોજના છે કે MNSને મેળવીને તે ઉદ્ધવની શિવસેનાના વોટમાં છીંડું પાડી શકે છે. તેની મુંબઈ, પુણે અને રાજ્યની અન્ય નગર નિગમોની ચૂંટણીઓ પર ઘણી અસર થશે.
  • BJPને આશા છે કે MNS શિંદે ગ્રુપ અને ભગવા ઝંડાની સાથેના પોતાના નવા અવતારમાં સ્થાનિક ચૂંટણીઓમાં એટલે કેમોટા શહેરો મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં જીતી શકે છે.
  • BJP અને રાજ ઠાકરની નજીકતાને કારણે તેમને તે શિવસૈનિકોનો વૈકલ્પિક મંચ મળી ગયો છે, જે ઉદ્ધવ ઠાકરેની હિન્દુત્વ વિચારધારા નબળી હોવાને કારણે નારાજ છે.
  • શિવસેનાના સંગઠન પર હજી પણ છે ઉદ્ધવની પકડ

શિવસેનાના 55માંથી 39 ધારાસભ્ય એકનાથ શિંદેની સાથે છે, જોકે સંગઠનના મોરચ પર ઉદ્ધવ જ શિંદે પર ભારી છે. શિવસેનાના સંગઠનમાં 12 નેતા, 30 ઉપ-નેતા, 5 સચિવ, એક મુખ્ય પ્રવક્તા અને 10 પ્રવક્તામાંથી મોટા ભાગના તેમની સાથે ઊભેલા દેખાઈ રહ્યાં છે.

પાર્ટીમાં નીચે સુધી વિશ્વાસ

  • પાર્ટી-અધ્યક્ષને પક્ષ-પ્રમુખ કહેવામાં આવે છે. આ પદ ઉદ્ધવની પાસે છે. તેમના પછી 12 નેતાનાં પદ છે. એમાં બળવાખોર એકનાથ શિંદે પણ સામેલ છે. જોકે બચેલા 11 નેતામાંથી કોઈ પણ બળવાખોર નથી.
  • શિવસેનામાં 30 ઉપ-નેતા છે. તેમાં મંત્રી ગુલાબરાવ પાટિલ, ધારાસભ્ય તાન્હાજી સાવંત અને યશવંત જાધવ ઉદ્ધવની વિરુદ્ધ છે. બાકીના નેતા ઉદ્ધવના નેતૃત્વમાં કામ કરવા તૈયાર છે.
  • પાંચ સચિવ છે, જેમાં ઉદ્ધવના ખાનગી સચિવ મિલિંદ નાર્વેકર, સાંસદ વિનાયક રાઉત અને મરાઠી એક્ટર આદેશ બાંદેકર પણ સામેલ છે. પાંચેય ઉદ્ધવની સાથે છે.
  • મુખ્ય પ્રવક્તા રાજ્યસભાના સભ્ય સંજય રાઉત છે. 10 અન્ય પ્રવક્તા પણ છે. તેમાં ધારાસભ્ય પ્રતાપ સરનાઈક બળવાખોર ગ્રુપની સાથે છે. અન્ય ઉદ્ધવની સાથે છે.
  • શિવસેનાના 18 સાંસદ છે. તેમાંથી બળવાખોર શિંદેનો પુત્ર ડો.શ્રીકાંત શિંદે, ભાવના ગવલી ઉદ્ધવની વિરુદ્ધ છે. અન્ય કોઈએ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી નથી.

આ સંગઠન પણ કરે છે સમર્થન

1. યુવા સેનાઃ કમાન પોતે ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે સંભાળે છે. તેમાં વરુણ સરદેસાઈ અને સૂરજ ચૌહાણ જેવા ઠાકરે પરિવારના કટ્ટર સમર્થક છે.

2. મહિલા આધાડીઃ સૌથી પ્રભાવશાળી. 18 પદાધિકારી છે. તેમાં વિધાનસભાના ડો.નીલમ ગોર્હે પણ છે. સંગઠન ઉદ્ધવની સાથે. જોકે સાંસદ ભાવના ગવલી બળવાખોર ગ્રુપની સાથે છે.

3. ભારતીય કામગાર સેનાઃ શ્રમિકો અને મજૂરોનું યુનિયન છે. તેના દ્વારા શિવસેના એરપોર્ટ, રેલવે, મેટ્રો, પરિવહન વિભાગ, બેસ્ટ સહિત અન્ય જગ્યાએ સક્રિય રહે છે. તમામ ઉદ્ધવ ગ્રુપમાં છે.

4. સ્થાનિક લોકાધિકારી સમિતિ મહાસંધઃ મરાઠી ભાષીઓ અને ભૂમિપુત્રો માટે કામ કરનાર યુનિયન. 10 હજારથી વધુ સભ્ય. કેન્દ્રના મુંબઈ અને રાજ્યમાં સ્થિત તમામ મંત્રાલયોમાં આ સક્રિય છે. કમાન બે સાંસદોના હાથમાં છે. બંને ઉદ્ધવ ઠાકરેની સાથે છે.

Post a Comment

0 Comments